પાદરા પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે શ્રી ગણેશોત્સવની ઉજવણીને સામાજિક જાગૃતિ સાથે જોડીને પાદરા સાયબર ગણેશ 2026નું અનોખુ અભિયાન એસ.પી. સુશીલકુમાર અગ્રવાલ (IPS)ના માર્ગદર્શન હેઠળ આયોજીત કરાયું છે.Faith Awareness, Cyber Safetyના સંદેશ સાથે યોજાઈ રહેલી આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોમાં સાયબર ગુનાઓ અંગે જાગૃતિ લાવવાનો તેમજ ડિજિટલ વ્યવહારો દરમિયાન જરૂરી સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપવાનો છે.

હાલના ડિજિટલ યુગમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત સમાજનો મોટો વર્ગ મોબાઇલ, ઈન્ટરનેટ,UPI અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે. ડિજિટલ સુવિધાઓના વધતા ઉપયોગ સાથે OTP ફ્રોડ,UPI તથા QR કોડ સ્કેમ, ફેક લિંક, ફેક ઈન્વેસ્ટમેન્ટ, સોશિયલ મીડિયા ફ્રોડ, લોન એપ, નોકરીના નામે છેતરપિંડી તેમજ સાયબર બુલિંગ જેવા ગુનાઓનું જોખમ પણ વધી રહ્યું છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થતા હોવાથી આ ધાર્મિક આયોજનને સાયબર અવેરનેસના જાહેર પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ પાદરા પોલીસ દ્વારા કરાયો છે. પાદરા સાયબર ગણેશ 2026 અંતર્ગત નાગરિકોને વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ તે અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવશે. આ અભિયાનમાં ખાસ કરીને OTP કોઈની સાથે શેર ન કરવો, અજાણી લિંક પર ક્લિક ન કરવું,UPI પિન કેબેન્કિંગ વિગતો કોઈને ન આપવી, અજાણ્યા વ્યક્તિને મોબાઇલનો રિમોટ એક્સેસ ન આપવો સહિતની બાબતો અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. સાથે જ ફેક ઈન્વેસ્ટમેન્ટ, લોન એપ અને જોબ ફ્રોડ જેવા કિસ્સાઓમાં લોકો કેવી રીતે છેતરાઈ શકે છે તેની પણ સમજ આપવામાં આવશે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકો માટે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવા તથા મારફ્તે ફરિયાદ નોંધાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. બાળકો,Gen Z, મહિલાઓ અને વડીલો જેવા વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખીને સાયબર સેફ્ટી અંગે માર્ગદર્શન,Cyber Pledgeઅને Interactive Awareness Activitiesનું પણ આયોજન કરાશે. પાદરા પોલીસ દ્વારા આ વર્ષે ગણેશોત્સવને સાયબર સુરક્ષાની સામાજિક જાગૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરાયો છે. જેને નિહાળવા લોકો ઉમટી પડે છે.