અમદાવાદ ખાતે ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફઉન્ડેશન તથા શ્રી મહર્ષિ વેદવ્યાસ એકેડમીની 25મી સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત પદવીદાન સમારોહમાં પાદરા તાલુકાના સાદરા ગામના કેન્દ્ર અધ્યક્ષ આચાર્ય જીગ્નેશભાઈ રમેશભાઈ પંડયા (બાપજી)ને વિશિષ્ટ સન્માન એનાયત કરાયું હતું.


જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પુરોહિત્ય ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને અધ્યાપન કાર્યને માન આપી તેમને બેસ્ટ જ્યોતિષી-અધ્યાપક, બેસ્ટ વાસ્તુશાસ્ત્રી-અધ્યાપક તથા બેસ્ટ પુરોહિત્ય (કર્મકાંડી)-અધ્યાપક તરીકે પસંદ કરાયા હતા.

ઉપરાંત તેમને સિલ્વર મેડલ, ટ્રોફી તથા બેસ્ટ ઈન્ડિયન એચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ સિદ્ધિથી સાદરા ગામ તેમજ પાદરા તાલુકામાં આનંદની લાગણી ફેલાઈ છે. વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક આગેવાનો દ્વારા આચાર્ય જીગ્નેશભાઇ પંડયા (બાપજી)ને શુભેચ્છા પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી. પાદરા તાલુકાના આચાર્યને પ્રતિષ્ઠિત એવોર્ડ મળતાં આનંદની લાગણી ફેલાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: