પાદરા : લોખંડી પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા સરદાર પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ, દૃઢ નેતૃત્વ અને અખંડ ભારતના નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા. ઉપસ્થિત સૌએ સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવા તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ હસમુખ પટેલ, રમણ પટેલ (પટોદ), એપીએમસી ડિરેક્ટર અલ્પેશ પટેલ, રામચંદ્ર પટેલ (પાદરા), ચીમન પટેલ, નગીન પટેલ, પ્રવીણ પટેલ, રીંકેશ પટેલ, ગૌરાંગ પટેલ, રાકેશ પટેલ (ડભાસા), દેવલ પટેલ (દૂધવાડા), વિનુભાઈ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો