કરજણ તાલુકાના સાંપા-બોડકા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે 4 પરથી એક અશોક લેલન ટ્રકમાં ગોધરા લઈ જવાતો ગેરકાયદે રૂા.46.98 લાખનો પાન મસાલા-ઝાફ્રાની ઝર્દા વડોદરા ગ્રામ્ય LCBએ કબજે કર્યું છે. પોલીસે એક મોબાઈલ અને ટ્રક મળી કુલ રૂા.57 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ટ્રકચાલકની અટકાયત કરી કરજણ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા LCBની ટીમ કરજણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી . તે દરમ્યાન એક અશોક લેલન્ડ કંપનીની સફેદ કલરની તાડપત્રી બાંધેલી એક ટ્રક નં.GJ-01-JT-6427 માંશંકાસ્પદ માલ સામાન ભરીને નેશનલ એક્સપ્રેસ-4 ઉપર સુરત તરફ્થી વડોદરા તરફ્ જવાની છે. તેવી બાતમી મળી હતી. જેના આધારે LCBના જવાનો સુરતથી વડોદરા ટ્રેક સાપા- બોડકા ગામના બ્રીજ પાસે બાતમીવાળી ટ્રક આવતા રોડની સાઈડમાં ઊભી કરાવીને ચાલકને નામઠામ પુછતા પોતાનુ નામ નારાયણ માવાજી મીણા (ઉં.35 હાલ.રહે. બલેચા ગામ,થાણા.ગોરધન વિલાસ તા.જી.ઉદેપુર)નો હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં ભરેલ માલ સામાન બાબતે પુછતા ટ્રકમાં રાજ નિવાસ પાન મસાલા તથા તંબાકુના પેકેટ ભરેલ હોવાનું અને ભરેલ માલ સામાન બાબતે તેની પાસે બીલ બીલ્ટી તથા જરૂરી આધાર પુરાવા માંગતા તેની પાસે ન હોવાનુ પોલીસને જણાવ્યું હતું.
