શિનોર તાલુકાના અવાખલ ગામે રૂા.25 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર અને તલાટી કમ મંત્રી આવાસ લોકાર્પણની રાહ જુવે છે. પરંતુ વહીવટી તંત્ર કે ચૂંટાયેલ પાંખને તેનું લોકાર્પણ કરવાનો સમય નહીં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.


શિનોર તાલુકાના ટીંબરવા તથા અવાખલ ગામે વર્ષ 2024/25 સ્ટેમ્પ ડયુટી અને રેતી કંકર ગ્રાન્ટમાંથી મંજૂરી બાદ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત વડોદરાને સોંપવામાં આવ્યું હતુ. જે બાદ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા તા.18 ઓગસ્ટ 2025 ના રોજ રૂા.1.33 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતુ. જ્યારે અવાખલ ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત તા.21 ઓગસ્ટ 2025 ના રોજ તત્કાલીન જિલ્લા પંચાયત સદસ્યા સુમિત્રાબેન વસાવા તથા સરપંચ એકતાબેનના હસ્તે કરાયું હતું. જે બાદ આજે 9 માસ અને 15 દિવસ થયા, આ મકાન ઘણા સમયથી તૈયાર થયેલ છે, અવાખલ અને ટીંબરવામાં એકસાથે કામો મંજૂર થયા હતા, છતાં પણ અવાખલ ગામે લોકાર્પણ થતું નથી, જ્યારે ટીંબરવા મુકામે તા.4 ફેબ્રુઆરી 2026 ના રોજ પંચાયત ઘરનું લોકાર્પણ પણ થઈ ગયેલ છે, તેને આજે ચાર મહિના પૂરા થયા હોવા છતાં અવાખલના પંચાયત ઘરનું લોકાર્પણ થતું નથી. ત્યારે વહેલીતકે આ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવે એવી ગામલોકોની માંગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: