સાવલી તાલુકામાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર અત્યાચારનો મુદ્દો ઉઠાવીને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું


સાવલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આવેદન પત્રમાં કરવામાં આવેલ આક્ષેપ મુજબ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ અલ્પસંખ્યક હિંદુઓ પર હિંસા-હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. મંદિરો તોડફેડ, ઘરો સળગાવવાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન તાજેતરમાં હિન્દુ યુવાન દીપુચંદ દાસની હત્યા બાદ સળગાવી દેવાયાની ઘટનાને લઈ અરાજકતા ફેલાઈ છે અને 1971 જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત વિરોધી ષડયંત્ર હોવાનો ઉલ્લેખ કરી ભારત સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે અને કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: