પાદરા: વડોદરા ખાતે મહાકાલ સેના સેવા Trust દ્વારા માં-બાપ વિહોણી દીકરીઓ માટે નિઃશુલ્ક સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચમો સમૂહલગ્ન કાર્યક્રમ તા. 12 એપ્રિલ 2025, રવિવારના રોજ સાંજે 5:00 કલાકે લક્ષ્મીપુરા રોડ, ગોરવા સ્થિત સોના પાર્ટીપ્લોટ ખાતે યોજાશે.આ આયોજનને અનુસંધાને સમૂહલગ્નમાં જોડાનાર દીકરીઓને ટ્રસ્ટના સભ્યો દ્વારા પાનેતર તેમજ સમૂહલગ્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમૂહલગ્નના આયોજન અંગે યુવકો તેમજ યુવતીઓના વડીલોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય. આ આયોજનને સફ્ળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશસિંહ ગોહિલ તથા તમામ સભ્યો સક્રિય રીતે પ્રયત્નશીલ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
