શહેરના મંગળબજાર સહિતના વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરી બે ટ્રક ભરી સામાન જમા લીધો હતો.
મંગળબજારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લારી ધારકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સ્થળ પરથી લારી - ગલ્લા અને નડતરરૂપ સામાન જમા લેવાયો હતો. જે બાદ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી સિધ્ધનાથ તળાવ થઈ જયરત્ન બિલ્ડિંગ સુધી રોડની બંને સાઈડ પર આવેલા દબાણો સામે કાર્યવાહી કરાઈ હતી. વૉર્ડ નં.2માં સમાવિષ્ટ અભિલાષા ચાર રસ્તાથી પૃથ્વી સર્કલ કેનાલ સુધી રોડની બંને સાઈડ સર્કલથી 30 મીટરની અંતરમાં આવતાં લારી - ગલ્લા, કેરેટ, છત્રી અને પરચુરણ સામાન જમા લેવામાં આવ્યો હતો. વૉર્ડ નં.10માં આવતાં વાસણા પંચમુખી ચાર રસ્તા પાસે અને પંચમુખી હનુમાનજી મંદિરની આજુબાજુના તંબુ, બૉર્ડ, છત્રી સ્ટેન્ડ જપ્ત કરાયા હતા. ભાયલી રોડ અને કેનાલ પાસેના પણ લારી - ગલ્લા જમા લઈ પરચુરણ સામાન કબજે કર્યો હતો.
