નસવાડી : નસવાડી તાલુકાના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઇ હતી. જેમાં બરોલી જિલ્લા પંચાયત હસ્તકના 37 ગામના નાગરિકોએ વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવ્યો હતો. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ) સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમો અને લાભોનું વિતરણ કરાયું હતું. સાથે જ નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. શિબિરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લઇને વિવિધ સ્ટોલ અને કામગીરીનું નિરીક્ષણ કરી કર્મચારીઓને નાગરિકોના પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી.

Vadodara મનપાને સરકારની બમ્પર રાહત, 19 વર્ષ જૂના પાનમ પાણી વિવાદનો અંત, 4193 કરોડ માફ









