શિનોર ગામમાં હડકાયા કૂતરાએ 7થી 8 લોકોને બચકું ભરતાં ભય ફેલાયો છે. લોકોના જણાવ્યા મુજબ, શિનોર ગામમાં કોઈ 20થી 25 કૂતરા છોડી ગયાની ચર્ચા ઉઠી છે.


શિનોર ગામમાં કૂતરાની સંખ્યા વધી હોય કોઈ બહારથી કૂતરા છોડી ગયાનું કહેવાય છે. એમાંના બે કૂતરા હડકાયા હોય લોકોની પાછળ દોડી કરડવાના બનાવ બનતા હાલ શિનોર ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. છેલ્લા બે દિવસમાં 7થી 8 લોકો આ અડખેલા કૂતરાનો ભોગ બનેલ છે. શાળામાં અભ્યાસ કરતા નાના નાના બાળકો આ કૂતરાનો ભોગ બને તે પહેલા આવા અડખેલા કૂતરાને પકડી દૂર કરાય તેવી વાલીઓની પણ માંગ ઉઠેલ છે. જોકે આ વિશે કોને રજૂઆત કરવી તેની ગ્રામજનોમાં મુંઝવણ હોય હાલ ગ્રામ પંચાયતના સતાધીશોને રજૂઆત કરતા તેઓ દ્વારા આગળ વડોદરા કોર્પોરેશનમાં કૂતરા પકડવાની ટીમને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. તંત્ર દ્વારા પણ ત્વરિત પગલાં ભરે એ જરૂરી છે. શિનોર સરકારી દવાખનામાં આજે હડકાયા કૂતરાનો ભોગ બનેલ 3 વ્યક્તિએ રસી લીધી હોવાનું ડૉ જીજ્ઞેશભાઈએ જણાવ્યું છે. સરકારી દવાખાનામાં હડકવાની રસી ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: