કરજણ તાલુકાના ને.હા.48 પર ઓસલામ ગામના કટ ઉપર રોડ ક્રોસ કરી રહેલા દંપતી મોટર સાઈકલ સવારને પૂરઝડપે આવી રહેલ વેગનઆર ગાડીના ચાલકે અડફેટે લેતાં જીવલેણ ઇજાઓને પગલે પત્નીનું ઘટના સ્થળે મોત નિપજયાનું સૂત્રો જણાવે છે.


મળતી માહિતી અનુસાર, ઓસલામ ગામે રહેતા નિવૃત્ત તલાટી કમમંત્રી ભાઈલાલભાઈ ચૌહાણ અને તેમના પત્ની સવિતાબેન ગત તા.7 ના રોજ બપોર બાદ વડોદરા ખાતે રહેતા તેમના પુત્રના ઘરે જવા માટે મોટર સાઈકલ નં. GJ 06 MA 9186 લઈને નીકળ્યા હતાં. ત્યારે કરજણ ને.હા.48 પર ઓસલામ ગામ ઉપરની કટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતાં. તે દરમિયાન પુરઝડપે બેફ્કિરાઈથી આવી રહેલા વેગનઆર ગાડી ચાલકે ભાઈલાલભાઈની મોટર સાઇકલને ટક્કર મારી અડફેટે લીધા હતાં. જેથી મોટર સાઈકલ દંપતી સવાર રોડ ઉપર પટકાતાં ભાઈલાલભાઈને પગમાં ગંભીર ઇજા થઈ હતી. જ્યારે તેમના પત્ની સવિતાબેન ભાઈલાલભાઈ ચૌહાણને માથાના ભાગે જીવલેણ ઇજા થતાં સ્થળ ઉપર કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે મરણ જનારના પુત્રની ફરિયાદ લઈ ફરાર વેગન આર ગાડી નં. GJ 19 M 2717ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: