જાંબુઘોડા : બોડેલીના ધનપુર ખોસ ગામે તાજેતરમાં પૂર દરમિયાન તણાઈ જતાં જીવ ગુમાવનાર બાળકીના પરિવારને રાજ્ય સરકાર તરફ્થી 4 લાખની આર્થિક સહાય અર્પણ કરાઇ હતી. ધારાસભ્ય અભેસિંહ તડવીએ તાલુકા વહીવટી ટીમ સાથે પીડિત પરિવારની મુલાકાત લઈ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી. દરમિયાન રાજ્ય સરકારની સહાયરૂપે પરિવારને રૂા.4 લાખનો સહાય ચેક અર્પણ કરાયો હતો. જે પ્રસંગે ધારાસભ્યે પરિવારને હિંમત રાખવા અપીલ કરી સરકાર તેમની સાથે હોવાનું જણાવી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી હતી.
