વાઘોડિયા : શુક્રવારે ધનતેરસે હસ્ત નક્ષત્ર નિમિત્તે સોના-ચાંદીના દાગીનાની વાઘોડિયામાં ખરીદી નીકળી હતી. ધનતેરસે હસ્ત નક્ષત્ર નિમિત્તે સોના-ચાંદીની ખરીદીને અતિ શુભ માનવામાં આવે છે. અને શુક્રવારે ધનતેરસનો તહેવાર હોય વાઘોડિયા નગર સહિત તાલુકાના અનેક લોકોએ સોના-ચાંદીના દાગીનાની ખરીદી શુભમુહૂર્તે કરી હતી. જ્વેલર્સની દુકાનોમાં દિવસથી માંડી મોડીરાત સુધી ભારે ભીડ જોવા મળી હતી.
