કરજણ તાલુકાના કોહણા ગામની સીમમાં રેતી માફ્યિાઓ દ્વારા રેતી વહન માટે ગેરકાયદે રસ્તો બનાવી દેતાં ગ્રામજનો દ્વારા ઉચ્ચસ્તરે લેખિત રજૂઆતો કરાઇ હતી. જેને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. અને સ્થળ મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરાતાં રેતી માફ્યિાઓમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. કોહણા ગામના ગ્રામજનોને ગામના ગામતળના રસ્તા પર કેટલાક ગેરકાયદે લીજધારકો દ્વારા રેતી ખનન કરવા ગામના અમુક સર્વે નંબરોના ખેતરો વેચાણ લઈ કુદરતી ભેખડોને તોડીને ત્યાંથી ખનન કરેલ રેતીનું વહન કરવાની જાણ થઈ હતી. જે સંદર્ભે આવા કહેવાતા બોગસ લિઝધારકો સામે રેતી ખનન કરવા કુદરતી ભેખડોને તોડીને રસ્તા ગેરકાયદે રેતીના વાહનો અવરજવર કરવા માટેના હાલ પ્રયાસો થયેલ હોવાના આક્ષેપો સાથે ગામલોકો દ્વારા વહીવટીતંત્રને રજૂઆત કરાઇ હતી. જમીન કોની છે અને કોના દ્વારા આ પ્રવૃત્તિ કરાય છે તે ગામજનો દ્વારા તપાસ કરાતાં કેટલાક ઇસમો દ્વારા કોઈપણ જાતની પરવાનગી વિના ગેરકાયદે નદીના પટમાં ખોદકામ કરી ભેખડ તોડી રસ્તો બનાવેલ હોવાનું બહાર આવ્યું હતું. જેના લીધે નર્મદા નદીમાં પૂરનું પાણી આવતા આજુબાજુના ખેતરોને ભારે નુકશાન થવાનું જણાઈ આવ્યું હતું. ગામજનો દ્વારા પોતાના ગામ તેમજ ખેતી બચાવવાં એકત્રિત થઇ વડોદરા ખાણ ખનીજ, વડોદરા કલેક્ટર, કરજણ પ્રાંત અધિકારી નેલેખિત અરજી કરી આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ તંત્ર હરકતમાં આવતાં કરજણ પ્રાંત અધિકારી, વડોદરા ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવાઇ હતી. પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં રેતી માફ્યિાઓમાં ફ્ફ્ડાટ વ્યાપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો