સાવલી બાર એસોસિએશનનો હાઇકોર્ટના નવા સર્ક્યુલર સામે વડોદરા બારના વિરોધને સમર્થન આપતો ઠરાવ પસાર કરી નારેબાજી કરીને આવેદનપત્ર હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સહિત ઠરાવની નકલો રવાના કરી છે
સાવલી બાર એસોસિએશને ગુજરાત હાઇકોર્ટના નવા સર્ક્યુલરના અમલીકરણથી વકીલોને પડતી મુશ્કેલીને લઈને વડોદરા બાર એસોસિએશન દ્વારા પસાર કરાયેલા ઠરાવને સર્વાનુમતે સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો છે. ઠરાવ અનુસાર, ગુજરાત હાઇકોર્ટના તા. 15 એપ્રિલ, 2026ના સર્ક્યુલર હેઠળ 1 ઓગસ્ટ, 2026થી તમામ અરજી A-4 સાઇઝના કાગળ પર આગળ-પાછળ પ્રિન્ટ, નિર્ધારિત ફૅન્ટમાં તથા કમ્પ્યુટર ટાઇપ કરીને કોર્ટમાં રજૂ કરવાની ફરજિયાત વ્યવસ્થા અમલમાં આવી છે. આ નવી પદ્ધતિના કારણે ખાસ કરીને વકીલો અને વડીલ વકીલોને વિવિધ પ્રકારની વ્યવહારુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનુંઠરાવમાં જણાવાયું છે.
