શિનોર તાલુકાના દિવેરથી મઢી જવાના રૂા.50 લાખના ખર્ચે બનેલા રસ્તાની બાજુમાં સાઈડ સોલ્ડરિંગ તથા રોડ પર સીલીકોટ કરેલ ના હોવાને કારણે રસ્તો તૂટી ગયો હતો. તેના સમાચારો ચમકતાં આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા સાઇડ સોલ્ડરગ માટે સ્કોરીસ્પોલ નાખવાનું શરૂ કરેલ છે.


દિવેર ગામથી નર્મદા કિનારે આવેલ મઢી સુધી રસ્તો તૂટી ગયો હોવાને કારણે સરકાર દ્વારા રૂા.50 લાખના અંદાજિત ખર્ચે નવો મંજૂર થયો હતો. આ માર્ગ ડી. એન પટેલ એજન્સી દ્વારા બનાવેલ છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વગરના અપૂરતા મટીરીયલથી મજૂરોને ભરોસે રસ્તાનું કામ રાતોરાત શરૂ કરેલ, રસ્તા પર સિલિકોટ કે, સાઈડ સોલ્ડરીંગ કરેલ ના હોવાથી આ રસ્તો માત્ર 15-17 દિવસમાં તૂટી ગયો હતો. તેના સમાચારો ચમકતાં તા. 29 ડિસેમ્બરે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની આજુબાજુ સાઇડ સોલ્ડરિંગ કરવા માટે સ્કોરીસ્પોલ નાખવાની શરૂઆત કરેલ છે. પરંતુ નિયમ મુજબ યોજનાકીય સંપૂર્ણ માહિતી સાથેનું બોર્ડ મુકાવે તે જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: