કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ત્રણ જશવંત નગર સોસાયટીના પ્રવેશ દ્વાર પાસેથી ઘણા દિવસોથી ઉભરાતી ગટરો ચોમાસાની જેમ વહેતી રોડ ઉપર જેમા સ્થાનિક રહીશો પરેશાન થાય છે. ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવે છે.
કરજણ નગરપાલિકાનું ખાડે ગયેલ વહીવટી તંત્ર, સરકાર દ્વારા નગરજનોની સુવિધા માટે વિવિધ ગ્રાન્ટ આવે છે. પરંતુ પાલિકાના વહીવટદારોથી સદ ઉપયોગ થતો નથી. જેમાં નગરજનો પરેશાન થાય છે. નગરમાં ગટરોની વ્યવસ્થા છે. પરંતુ ગટરો બનાવ્યા બાદ સમયસર ગટરોની મરામત ન થતા કે કોઈ કારણોસર ગટરો ઉભરાતી હોય છે. કેટલાક ઠેકાણે તો ગટરોના ઢાંકણા પણ નથી હોતા. નગરપાલિકાના વહીવટદાર સત્તાધિશો અને જે તે વોડૅ ના ચૂંટાયેલ સદસ્યોને તો આ દેખાતું નથી. પરંતુ નગરજનો પાલિકાને રજૂઆતો કરવા છતાં જાડી ચામડીના વહીવટદારો પાલિકા ઓફ્સિમાંથી બહાર નીકળતા નથી. જેમાં નગરજનો પરેશાન થાય છે અને સરકારની લાખો, કરોડો રૂપિયાની ગ્રાન્ટો ઉભરાતી ગટરોની જેમ દુર્ગંધ મારતા પાણીને જેમ વહી જાય છે.










