ડભોઇ વિશ્વપ્રસિદ્ધ પ્રવાસી મથક સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા ડભોઇના મુખ્ય માર્ગો પર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. ડભોઇથી જુદા જુદા શહેરો તરફ્ જવા માટે દિશા બતાવતા સાઈન બોર્ડ છેલ્લા ચાર મહિનાથી તૂટેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. સ્ટેટ હાઇવેના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે આ મોંઘા બોર્ડ હાલ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયા છે.

ડભોઇ વેગા ચોકડીની આગળ અને અન્ય મુખ્ય સર્કલો પર પ્રવાસીઓની સુવિધા માટે મોટા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા. જે છેલ્લા ચાર મહિનાથી તૂટી પડયા હોવા છતાં તેને સરખા કરવાની તરસદી કોઈએ લીધી નથી. મહત્વના માર્ગો પ્રભાવિત ડભોઇથી વડોદરા, અમદાવાદ, રાજપીપલા અને બોડેલી જવા માટેના આ મુખ્ય દિશા સૂચક બોર્ડ હતા. બોર્ડ ન હોવાના કારણે બહારથી આવતા વાહનચાલકો અને પ્રવાસીઓ અટવાઈ રહ્યા છે. આ સાઈન બોર્ડ આજે કંડમ હાલતમાં પડયા છે. જેનાથી સરકારી મિલકતનું નુકસાન થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જવાનો આ મુખ્ય માર્ગ હોવા છતાં સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે.