સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા ઇવીએમ સહિતની સામગ્રીનું વિતરણ કરાયું હતું. તમામ પ્રિસાઈડિંગ ઓફિસરોને સુરક્ષા સાથે મતદાન મથકો પર રવાના કરાયા હતા.
સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો હતો. આજે તા.26મીએ નગર પાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પગલે ચૂંટણી સામગ્રી વિતરણ કરાયું હતું. જેમાં તાલુકા સેવા સદન ખાતે નગરપાલિકાની ચૂંટણી સામગ્રી તેમજ બી કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તાલુકા અને જિ. પં.ની ચૂંટણી સામગ્રી તેમજ સ્ટાફને નિયત મતદાન મથકો પર ઈવીએમ બીયુ મતદાન કુટિર, મતદાર યાદી, અવીલોપ્ય સહી, સ્ટેમ્પ પેડ, લાખ, રબર વૈધાનિક અવૈધાનિક પત્રો સહિતની સામગ્રીનું વિતરણ પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના સ્ટાફને રવાના કરાયા હતા. 17 રૂટો બનાવીને તમામને રવાના કરાયા હતા. આવતીકાલની ચૂંટણીમાં ડિસ્પેચિંગ રીસીવિંગ અને મતદાનની કામગીરીમાં 1,000થી વધુ કર્મચારીઓ મતદાન પૂર્ણ કરાવશે. જ્યારે પોલીસ વિભાગે પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા કમર કસી છે.










