પાદરા : શાળા પ્રશાસનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રમતગમત, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ આનંદપૂર્વક શાળાએ આવે તે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગીતાંજલિ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય સ્વાગત કાર્યક્રમને વાલીઓએ પણ વધાવી લીધો હતો અને વિદ્યાર્થીઓ પ્રત્યેની સંસ્થાની લાગણી તથા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સમગ્ર શાળા પરિવાર ઉત્સાહ અને ઉર્જાથી છલકાતો જોવા મળ્યો હતો.

Agriculture News : અમરેલીના ગીરમાં જાપાનની મિયાઝાકી કેરીનું ઉત્પાદન શરૂ, એક કિલોનો ભાવ જાણીને આંખો પહોળી થઈ જશે









