રાજ્યમાં GPSC માં SC, STઅને OBC વર્ગોને થયેલા અન્યાયના વિવાદ બાદ હવે શહેરની MSU માં પણકાયમી ભરતી શરૂ થાય તે પહેલાં જ યુનિ.ની સર્વોચ્ચ નિર્ણાયક બોડી ગણાતી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ્ મેનેજમેન્ટમાંથી ગુજરાતના મૂળ અનામત વર્ગના પ્રતિનિધિઓનો વ્યવસ્થિત રીતે સફાયો કરી દેવાયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કોમન એક્ટ અને ગુજરાત સરકારના પરિપત્રોની ધજિયા ઉડાડીને સિનિયર મોસ્ટ પ્રોફેસરોની બાદબાકી કરવાથી લઈને પરપ્રાંતીય ઉમેદવારોને અનામત ક્વોટામાં ખપાવી દેવાના કારસાએ યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. શહેરની એમ.એસ.યુનિ.માં કોમન એક્ટ લાગુ થયા બાદ EC અને બોર્ડ ઓફ્ મેનેજમેન્ટની રચના થઈ હતી. જોકે,EC અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ચોક્કસ પ્રોફેસર્સની નિમણૂકમાં નિયમોના ઉલ્લંઘન અને અનામતના નિયમો નેવે મૂકી દેવાયાનો મામલો સપાટી પર આવ્યો છે. સરકારના કોમન એક્ટ મુજબ, સ્ટેટ યુનિ.ની EC અને બોર્ડ ઓફ્ મેનેજમેન્ટમાં કુલ સભ્યોના 33 ટકા સભ્યો SC, ST, SEBC અને મહિલા વર્ગના હોવા અનિવાર્ય છે. ગુજરાત સરકારનો પરિપત્ર છે કે, રાજ્યની સરકારી યુનિ.ઓમાં SC, STઅને SEBCની અનામત બેઠકો પર માત્ર મૂળ ગુજરાતના ડોમિસાઈલ શિક્ષકો જ હકદાર ગણાય છે. તેમછતાં EC-BoM માં મૂળ ગુજરાતી SC, STકે SEBCકેટેગરીના શિક્ષકોને બદલે આઉટ સ્ટેટના શિક્ષકોનો દબદબો જોવા મળી રહ્યો છે.BoM માં માત્ર એક SC અને એક SEBC સભ્ય મૂકીને 33 ટકાના નિયમનું ઉલ્લંઘન કરાયું છે, અને સંબંધિત શિક્ષકને વધુ પાવરફુલ ગણાતી ECમાંથી બાકાત રખાયા છે. ઉલ્લેખનિય છે કે, નિયમ મુજબ આ 10 સભ્યોમાંથી ઓછામાં ઓછા ત્રણ સભ્યો અનામત વર્ગના હોવા જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો