સંખેડા ઓરસંગ બ્રિજના મજબૂતીકરણની ચાલતી કામગીરી અંતિમ તબક્કામાં આવી પહોંચી છે. જેને લઈ માર્ગ અને મકાન વિભાગ બોડેલીના સુપરવાઈઝર ઓફ્સિર ઓરસંગ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવી પહોચ્યા હતા. કોન્ટ્રાકરને સાથે રાખી કામગીરીની સમીક્ષા કરી કેટલાક સૂચનો આપ્યા હતા. બ્રિજના રેલીંગની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું.
સંખેડા ઓરસંગ બ્રિજના મજબૂતી કરણની કામગીરી અંતિમ તબક્કામાં આવી પહોંચી છે. બ્રિજના રેલીંગની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ છે ગણતરીના દિવસોમાં જ રેલીંગની કામગીરી પૂર્ણ થયા બાદ કલરકામ હાથ ધરાશે. એક જ પીલ્લરની કામગીરી બાકી હોય ચોમાસા પહેલાં બ્રિજના પિલ્લરોના મજબૂતીકરણની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું. બે દિવસ પહેલા ઝોઝવા ડેમના પાણી છોડાતા ઓરસંગ નદીમાં નવા પાણી આવક વધતા બહાદરપુર-સંખેડાને જોડતા ઓરસંગ નદીમાં બનાવેલા ડાયવર્ઝનના નિરીક્ષણ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ આવી પહોચ્યા હતા. ડાયવર્ઝનનું નિરીક્ષણ કર્યું હતું. ડાયવર્ઝન ઉપરથી પસાર થતા ભારદારી વાહનોને કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે અવારનવાર નિરીક્ષણ કરાઇ રહ્યું છે. હાલમાં કોઈ નુકશાન ન થયાનું જણાવ્યું હતું. સંખેડા તાલુકાની જીવાદોરી ગણાતો ઓરસંગ નદી ઉપર બનેલો બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ સૌપ્રથમ નાના વાહનોની અવરજવર માટે જ ખુલ્લો મૂકાશે. ભારદારી વાહનો માટે ડાયવર્ઝન ચાલુ રહેશે.










