વ઼ડોદરા શહેરના ગોત્રી GMERS ગર્લ્સ હોસ્ટેલમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. યુપીની રહેવાસી દીપ્તિ સિંઘની પોલીસે ધરપકડ કરી છે.

આરોપી પાસેથી બે લાખ રૂપિયાના દાગીના કબ્જે

માહિતી પ્રમાણે આરોપી પાસેથી બે લાખ રૂપિયાના દાગીના કબ્જે કરવામાં આવ્યા છે. દિલ્હી સ્થિત કોલેજમાં પણ ચોરી કર્યાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. નોંધનીય છે કે રાજકોટમાં પણ યુવતી સામે આ સંબંધિત ગુનો નોંધાયેલ છે.

 નજર ચૂકવીને ચોરી કરતી

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી યુવતી પાસે ગર્લ્સ હોસ્ટેલમાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી હતી અને તે નજર ચૂકવીને હોસ્ટેલના રૂમમાંથી દાગીનાની ચોરી કરતી હતી

પોલીસ તપાસ શરુ

પોલીસ હાલ આરોપીની વધુ પુછપરછ કરી રહી છે. આગળની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે તેમ છે.


આ પણ વાંચો-----     Gujarat Latest News Live : આજે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર થશે, સામાજિક આગેવાનો ગૃહમાં રહેશે હાજર