મંગળવારથી શરૂ થતાં ત્રણ દિવસીય કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમના ભાગરૂપે કરજણ તાલુકાના વેમાર ખાતે ધારાસભ્ય દ્વારા રૂા.2.40 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત શાળાનું ઉદ્ઘાટનની સાથે પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રવેશ આપ્યો હતો. ઉપરાંત કરજણ તાલુકાની વિવિધ શાળાઓમા પણ આ કાર્યક્રમ યોજાયો હતો.


કરજણ તાલુકાની પીએમશ્રી લીલોડ શાળા રૂા.2 કરોડના ખર્ચે બની હતી. તેનું લોકાર્પણ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરાયું હતું.

આજ કંપાઉન્ડમાં નવી મજૂર થયેલ રૂા.80 લાખની ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત જિ.પં. પ્રમુખ જ્યોત્સનાબેન રબારી દ્વારા કરાયું હતું. જેની સાથે બાલમંદિર, ધો.1 અને ધો. 9ના વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. સરકાર અને દાતા દ્વારા શિક્ષણ કિટ્સનું વિતરણ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: