પાદરા તાલુકાના સાધી ગામે રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાદરાના ચૈતન્યસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવની સાથે સાધી કન્યા પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરાયું હતું.


કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરાઇ હતી. શાળા પરિવાર દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે પાદરા તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, ઉપપ્રમુખ કામિનીબેન પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સાધી ગામના સરપંચ, ગ્રામજનો તેમજ વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી તથા પ્રાથમિક શાળાના નવા વિદ્યાર્થીઓને વિધિવત પ્રવેશ અપાયો હતો. સાથે જ સાધી કન્યા પ્રાથમિક શાળાના નવા ભવનના લોકાર્પણથી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. નવી શાળાના ભવનથી ગામની દીકરીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધા મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: