નસવાડી તાલુકા મથકે છેલ્લા કેટલાક સમયથી લાકડા ચોર બેફમ બન્યા છે. આદિવાસી લોકોને લોભામણી લાલચો આપી લીલા વૃક્ષોનું નિકંદન કઢાઇ રહ્યું છે. ત્યારે ગત રાત્રિએ નસવાડી વન વિભાગના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લીલા લીમડાના લાકડા ભરેલું એક ટ્રેક્ટર ઝડપી પાડયું હતું.

નસવાડીમાં હાલ ગેરકાયદે લાકડાના પીઠા બિલાડીની ટોપની માફ્ક ખુલી ગયા છે. લાકડા ચોરોને કોઈનો ડર ન હોય તેમ ટ્રેક્ટરો ભરીને લીલા લાકડાની હેરાફેરી કરાય છે. એટલું જ નહીં, જાહેરમાં વજન કાંટા પર આ લાકડાનું વજન પણ કરાય છે, છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે.

ગઈકાલે એક પર્યાવરણ પ્રેમી દ્વારા નસવાડી રેન્જ ફેરેસ્ટરને બાતમી મળી હતી કે, હરિપુરા તરફ્થી લીલા વૃક્ષો ભરેલું એક ટ્રેક્ટર નસવાડી તરફ્ આવે છે. જેના આધારે વન વિભાગે ટ્રેક્ટરને અટકાવ્યું હતું. ચાલક પાસે લાકડાની હેરફેર માટેની કોઈ પણ કાયદેસરની પરમિશન કે પાસ ન હોવાથી, વન વિભાગે ટ્રેક્ટર જપ્ત કરી નસવાડી રેન્જ ઓફ્સિ ખાતે લાવી વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam



  • Follow us on: