22

હાલ સહયોગ માર્કેટ તથા તળાવ પાસેના વિસ્તારમાં ઠેર-ઠેર કચરા અને સડેલા શાકભાજીના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. વરસાદી ભેજ અને સડતા કચરાને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. જેના લીધે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાય છે. પાલિકા દ્વારા કાગળ પર કચરા પેટીઓની વ્યવસ્થા દર્શાવાઈ હોવા છતાં વાસ્તવિકતા એ છે કે, સ્થળ પરથી મોટાભાગની કચરાપેટીઓ ગાયબ છે. લોકો કચરો ખુલ્લામાં નાખવા મજબૂર બન્યા છે.

દૈનિક આશરે 1500થી વધુ ગ્રાહકો આ માર્કેટમાં શાકભાજી તથા અન્ય સામગ્રી ખરીદવા આવે છે. ગ્રાહકો અને વેપારીઓને નાક પર રૂમાલ દબાવીને ગંદકી વચ્ચેથી જ પસાર થવું પડે છે. પૂરતું ભાડું ભરવા છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વેપારીઓ અને ગ્રાહકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળે છે. સ્થાનિક રહીશો તથા વેપારીઓની માંગ છે કે, માર્કેટમાં નિયમિત સવાર-સાંજ સાફ્-સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે. ગાયબ થયેલી કચરાપેટીઓની જગ્યાએ નવી મોટી ડસ્ટબિન મુકવામાં આવે માર્કેટ પરિસરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી કચરાના ઢગલા તાત્કાલિક હટાવવામાં આવે. જો ડભોઈ નગરપાલિકા વહેલી તકે કુંભકર્ણની નિદ્રામાંથી નહીં જાગે, તો વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવાય તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો