દિવાળીના હવે ગણતરીના પાચ દિવસ બાકી છે છતાં વાઘોડીયા તાલુકાના જરોદ ગામે બજારમાં ઘરાકી દેખાતી નથી. વેપારીઓ તહેવારને લઈને માલ સામાન નો સ્ટોક કરી લીધો છે.પરંતુ ઘરાકી દેખાતી નથી અને વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી રહ્યા છે. ફ્ટાકડાની દુકાનોની પણ શરૂઆત થઈ ગઈ છે. દિવાળીની મિત્તીઓ પણ અટપટી છે. ઇલેક્ટ્રોનિક્સ વાડાની દુકાનોમાં શિરીજોનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. રંગબેરંગી રંગોળી તેમજ દીવા કરવાના કોળિયાનું વેચાણ કરવા લારીઓ ચાલુ થઈ ગઈ છે. સાથે કપડાના વેપારીઓ પણ સ્ટોકકરી વેચાણ કરવા આતુર છે. પરંતુ હાલ ગણતરીના દિવસો બાકી છતાં જરોદ બજારમાં ઘરાકી નહીં દેખાતા વેપારી વર્ગ ચિંતામાં મૂકાઇ ગયો છે. દુકાનોમાં ભરાવેલા માલ અંગે વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો