ચોમાસાના વિધિવતપ્રારંભના લાંબા સમય બાદ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા ન વરસતા ખેતી અને ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે. વાવણીલાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. આવા સમયે, તીર્થક્ષેત્ર ચાંદોદના ખંડેરા વિસ્તારનારહેવાસીઓએ વિજ્ઞાન અને ખેતીના પડકારો સામે પોતાની પૌરાણિક આસ્થાનો સહારો લીધો હતો. વરસાદને મનાવવા માટે ચાંદોદમાં પરંપરાગત રીતે 'મેહુલિયો' કાઢવાની વિધિનું આયોજન કરાયું હતું. ગ્રામજનોએ માટીમાંથી ખાસ પ્રકારની મેહુલાની મૂર્તિ બનાવીને તેને શણગારીને માથાં પર બિરાજમાન કરી શોભાયાત્રા કાઢી હતી
નગરમાં ઢોલ અને ત્રાસાના ગુંજારવ સાથે લોકગીતો અને ભજનોની રમઝટ સાથે મેઘરાજાને આજીજી કરી હતી નગરના માર્ગો પર જ્યારે મેહુલિયો નીકળ્યો હતો. ત્યારે ઠેક-ઠેકાણે ગ્રામજનોએ માટીના મેહુલા પર જળ અર્પણ કરી વરૂણ દેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી હતી. શોભાયાત્રામાં જોડાયેલા લોકોએ એકબીજા પર પાણી છાંટીને જાણે કે પ્રતિકાત્મક રીતે વરસાદને પૃથ્વી પર પધારવા માટેનું આમંત્રણ આપ્યું હોય તેવો ભાવ વ્યક્ત કર્યો ધરતીપુત્રોએ વરૂણ દેવને જલ્દી પધારવા અને તેમના પાકને બચાવીલેવા માટે ભાવ પૂર્વક મેઘરાજાને મનાવવાની આ પ્રાચીન સાંસ્કૃતિક વિધિએ ચાંદોદમાં એક નવો આશાવાદ જગાવ્યો છે યોજાયેલ 'મેહુલિયા' શોભાયાત્રા એ આપણી કૃષિ સંસ્કૃતિ અને લોકઆસ્થાનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે, જેપ્રકૃતિ અને માનવીના અતુટ સંબંધને ફરીથી તાજો કરે છે.
