અત્યારે રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળે છે. ત્યારે સ્થાનિક રિક્ષાચાલકોને વાગડિયા બેરિયરની આગળ ના જવા દેવાતા વિરોધ કરાયો હતો.


ઉલ્લેખનિય છે કે, અગાઉ જે સ્થાનિક ગ્રામજનો છે તેવા રીક્ષાચાલકો 50થી વધુને જે અગાઉ પાસ આપેલો છે. તેઓને જવા દેવાયા હતા. પણ જેમની પાસે પાસ ન હતા. તેમને પ્રવેશ ના અપાતા વિવાદ થયો હતો. નાતાલના 3 દિવસના મીની વેકેશન રવિવાર સુધી રજાને કારણે રોજના 50 હજાર કરતા વધુ પ્રવાસી SOUખાતે આવી રહ્યા છે. પ્રવાસીઓની ભીડને જોતા SOU સત્તામંડળ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ હતી. પાર્કિંગ ફૂલ થઈ જાય ત્યારે વાહનો પણ અટકાવી દેવાયા હતા. બસમાં મુસાફરી કરવા પ્રવાસીઓને SOU સત્તા મંડળ દ્વારા વિનંતી કરાઇ હતી.

બાજુ પ્રવાસીઓની ભીડ જોતા કમાણીની તક જોઈ જે સ્થાનિક ગ્રામજનો છતાં રીક્ષા SOU વિસ્તારમાં ફેરવવા તંત્ર દ્વારા પાસ ન અપાતા નર્મદા ડેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી (મહાકાલી) શૈલેષ તડવી સહિત કોંગ્રેસની ટીમોએ વાગડીયા પાસે રસ્તો રોકી પ્રવાસીઓને અટકાવી ચક્કાજામ કરાવ્યો હતો ત્યારે ઘટનાની જાણ થતા ભાજપના આગેવાનો પણ દોડી આવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે પણ SOUના સત્તા મંડળના અધિકારી સાથે વાતચીત કરી હતી. જે બાદ SOU અધિકારીઓે સાથે પરામર્શ કરાઇ હતી. અને જે રિક્ષાઓને જવા દેવામાં નહોતા આવતા એ તમામ રિક્ષાઓને પાસ વગર જવા દેવાતા મામલો થાળે પડયો હતો. બપોર પછી પુનઃ વાહનોની અવરજવર શરૂ થઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: