સાવલી તાલુકાના ભાદરવા ગામે બે ગાયોના ધીંગાણામાં રસ્તે પસાર થતા 55 વર્ષીય ઇસમ ગાયોની અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત તેમનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સાવલીના ભાદરવા ગામે ઉંડા ફળિયામાં રહેતા દેવીસિંહ મનુભાઈ વાઘેલા (રણા) (ઉં.વ.55) ગામની ભાગોળે આવેલ રાજ રાજેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતાં, ત્યારે બે ગાયો લડતી હતી તેની અડફેટે આવી જતા ગાયોએ તેમને ભેટી મારતાં તેઓને ગંભીર ઈજા થઈ હતી. તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનુ કરુણ મૃત્યુ નીપજતા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો