સાવલી તાલુકાના ટુંડાવ ગામે ઈન્ડો એમાઇન્સ કંપની દ્વારા પર્યાવરણ પ્રત્યેની પોતાની ફ્રજના ભાગ રૂપે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાય છે. આ વર્ષે કંપની અને કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માત્ર વૃક્ષારોપણ જ નહીં પણ સાથે સાથે વૃક્ષોના ઉછેર અને અને પર્યાવરણના જતનના શપથ પણ લેવાયા હતા. ઉપરાંત કંપની પરિસર, આસપાસના ગામો અને સ્થાનિક સામાજિક સંસ્થાનો મળીને 11 હજાર છોડવાનું વિતરણ કરાયું હતું.
ટુંડાવ ગામે આવેલ ઈન્ડો એમાઇન્સ કંપની દ્વારા પણ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ હતી. કંપની દ્વારા વર્ષોથી વર્ષના 365 દિવસ પર્યાવરણના જતન માટે વૃક્ષોનું વાવેતર કરાય છે. આ અંગે વાત કરતા ઈન્ડો એમાઇન્સ કંપનીના ડિક્ટર સજી જોશએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે અમે 11 હજાર છોડનું વિતરણ કર્યું છે. કંપની પરિસર ઉપરાંત આજુબાજુના ગામોમાં વૃક્ષારોપણ સાથે તેના જતનની પણ જાગૃતિ લવાઇ હતી.










