ચાણોદ માંડવા સીમ ખાતે રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ નથી અપાયો. મેમુ ટ્રેનનો સમય વિદ્યાર્થીઓ, વેપારી અને નોકરી કરતાં લોકોને અનુકૂળ આવે તેવો દિવસમાં સવાર અને સાંજે વધુ સમય ફાળવાય તે જરૂરી છે. તીર્થધામ ચાણોદ ખાતે પોલીસ મથક પાસે જૂનું રેલ્વે સ્ટેશન આવેલું હતું. જેનો એક ભવ્ય ભૂતકાળ હતો. દિવસમાં ચારથી વધુ સમય ટ્રેન દોડતી હતી. છુકછુક ગાડીની સિસોટીના અવાજે ખેતરમાં આવતાં જતા મજૂરો કામે ચડતાં ઉતરતા હતા. ચાણોદના જુના બસ સ્ટેન્ડે ધંધા રોજગારનું મુખ્ય હબ ગણાતું હતું. વહેલી સવારે-સાંજે વેપારીઓ જિલ્લા તાલુકા મથકે જતા આવતા હતા. શ્રદ્ધાળુઓ નર્મદા કિનારે શ્રદ્ધાથી વિધિવિધાન માટે આવતાં હતા. સમય બદલાતા એસટી બસો શરૂ થઈ હતી. અને ખાનગી વાહનો શરૂ થયા હતા. વાહનોની સ્પીડ કરતાં ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી વપરાશ ઘટયો હતો. ત્યાર પછી નેરોગેજને સ્થાને બ્રોડગેજ લાઈનનું અપગ્રેડેશન થયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો