સંખેડા તાલુકામાં ભારે વરસાદને પગલે સવારે 6થી 8 સુધી બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. છીપાવડમાં ખાલી મકાન ધરાશાયી થયું હતું કોઈ જાનહાનિ થઇ નહતી. હેરણ અને ઉચ્છ નદીમાં પાણી આવ્યા હતા. લોકટોળા જોવા ઊમટયાં હતા. તાલુકા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું હતું. સંખેડા મામલતદારે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. સંખેડા તાલુકામાં ભારે વરસાદની આગાહીને લઈ સંખેડા સહિત સમગ્ર તાલુકામાં વહેલી સવારના 6થી 8 વાગ્યા સુધીમાં બેકલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા હતા. સંખેડા છીપવાડમાં બિનરહેણાંક મકાન ધરાશાયી થયું હતું. ત્યારે એરણ અને ઉચ્છ નદીમાં પાણીની આવક વધી હતી. જ્યારે ઓરસંગ નદી યથા સ્થિતિમાં જોવા મળી હતી. ઉચ્છ નદીમાં પાણીની આવક વધતા કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સંખેડા મામલતદાર દિનેશ પટેલે સ્થળ સ્થિતિની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.
