ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપની અસરો જોવા મળે છે. ડભોઈ તાલુકાના વણાદરા ગામમાં ભારે વરસાદી માહોલમાં ગામની મધ્યમાં આવેલું એક વર્ષો જૂનું અને કદાવર વૃક્ષ અચાનક મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું. જેને કારણે સ્થાનિક સ્તરે ભારે અફ્રાતફરી મચી હતી અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મોટી જાનહાનિ ટળી, પરંતુ અબોલ જીવ ઘાયલ વૃક્ષ જે સમયે ધરાશાયી થયું તે સમયે આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર ચાલુ હતી. જોકે, સદ્ભાગ્યે વૃક્ષ પડતી વખતે લોકો સમયસૂચકતા વાપરીને દૂર ખસી જતાં એક મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ આ અકસ્માતની ઝપેટમાં ત્યાં નજીક બાંધેલી એક અબોલ ભેંસ આવી ગઈ હતી. વૃક્ષના વિશાળ વજન નીચે દબાવાને કારણે ભેંસ ગંભીર રીતે ઘાયલ થઈ હોવાના અહેવાલ સાંપડયા છે. જેને તાત્કાલિક સારવાર આપવાની તજવીજ હાથ ધરાઈ હતી.

Monsoon 2026: દાહોદમાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ, લીમડી ગામમાં ડ્રેનેજના અભાવે સોસાયટીઓમાં ગંદા પાણી ભરાતા હાલાકી









