અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 પ.પૂ. મહામંડલેશ્વર કર્મયોગી સંજયગિરીજી મહારાજ ગુરુ મહાયોગી પાયલોટ બાબાની અપનાઘર આશ્રામ, ભીમપુરા રોડ, વેસ્ટર્ન બાયપાસ રોડ, શ્રી પ્રણામી મંદિરની બાજુમાં, ગોકુલપુરા તાલુકા ખાતે ભૂ-સમાધિ ચાલે છે. જેમાં વિરલ ચૌધરી, અને સંચાલક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટના નિમંત્રણથી પ.પૂ. મહામંડલેશ્વર સંજયગીરી મહારાજની તપસ્યાનો આજે ત્રીજો દિવસ છે. પૂ. મહામંડલેશ્વર સંજયગીરીજી મહારાજ તેમના ગુરુ મહાયોગી પાયલોટ બાબાના આશીર્વાદથી અનેક કલાકો સુધી મૌન સાધના ધ્યાનમાં તપસ્યા કરે છે. હાલમાં ગત તા.25 મેના રોજ બે કલાક, 26 મેના રોજ ત્રણ કલાક અને આજે 27 મે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાક સુધીની સમાધિ લીધી હતી. જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ તેઓ સમાધિ તપસ્યાનો સમય વધારીને સમાધિ કરશે.
