રાજ્યમાં આદિવાસી ખેડૂતો ધરાવતા પૂર્વ પટ્ટીના અરવલ્લીથી તાપી સુધીના જિલ્લામાં

મકાઇનું વાવેતર જ કરવામાં આવે છે. ચાલુ ખરીફ સિઝનમાં પણ મકાઇનું વાવેતર સરેરાશ વાવેતર વિસ્તાર 2.83 લાખ હેકટરની સામે 2.71 લાખ હેકટરમાં થયું છે. જે 95.85 ટકા થયું છે.કુલ 2.71 લાખ હેકટરમાંથી

એકલા 1.24 લાખ હેકટર વિસ્તાર તો દાહોદ જિલ્લામાં જ આવ્યો છે. ઇ -20 ઇથેલોન પેટ્રોલમાં ભેળવવામાં મકાઇમાંથી બનતું ઇથેનોલ મુખ્ય ભાગ ભજવે છે ત્યારે

આગામી સમયમાં આદિવાસી ખેડૂતોના આ પાકમાંથી વળતર પણ વધુ મળે તેવી સંભાવના છે.

ઓછો વરસાદ હોય તો પણ મકાઇનો પાક થઇ શકતો હોવાના કારણે મકાઇનું વાવેતર કરવામાં આવે

છે. આગામી સમયમાં મકાઇનું વાવેતર આદિવાસી ખેડૂતો માટે લાભદાયી થઇ શકશે. હવે મકાઇમાંથી પણ ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવનાર હોવાથી ફાયદો થશે તેમ મનાય છે. રાજ્યના વિભાગવાર મકાઇનું વાવેતર જોવામાં આવે તો મધ્ય ગુજરાતમાં સૌથી વધુ થાય છે. મધ્ય ગુજરાતમાં 2.13 લાખ હેકટરમાં થયું છે. દાહોદ જિલ્લામાં 123700 હેકટર, પંચમહાલમાં 54500 હેકટર, મહીસાગરમાં 22000 હેકટર, છોટાઉદેપુરમાં 15200 હેકટર અને ખેડા જિલ્લામાં 100 હેકટરમાં મકાઇનું વાવેતર થયું

છે. મધ્ય ગુજરાતમાં રાજ્યના 79 ટકા વાવેતર અને 81 ટકા મકાઇનું ઉત્પાદન થાય છે. જેના પગલે આણંદ કૃષિ યુનિ. દ્વારા ગોધરામાં મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર કાર્યરત છે. ગુજરાતમાં મકાઇના એક ક્વિન્ટલના ભાવ સરેરાશ રૂા.2000 થી રૂા.2400ની આસપાસ જોવા મળે છે.

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં21600 હેકટર, સાબરકાંઠામાં 6500 હેકટર, બનાસકાંઠામાં 8700 હેકટર, મહેસાણામાં500 હેકટર મળી કુલ 37200 હેકટરમાં વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં એકલા ભાવનગરમાં જ 300 હેકટરમાં વાવેતર થયું છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લામાં 14000 હેકટરમાં, સુરત જિલ્લામાં 3600 હેકટર, ભરૂચમાં 600 હેકટર,ડાંગમાં 200 હેકટર, તાપીમાં 1600 હેકટર મળીને કુલ 20000 હેકટરમાં વાવેતર થયું છે. મકાઇનો ઉપયોગ પોલ્ટ્રી ઉદ્યોગમાં મોટાભાગે થાય છે. હવે બળતણમાં થવાના કારણે પોલ્ટ્રી ઉદ્યોગમાં તેની અસર પડી રહી હોવાના અહેવાલ છે. એક ટન મકાઇમાંથી 400 લીટર ઈથેનોલ બને છે. તાજેતરના વર્ષોમાં મકાઇના એક ટનના ભાવ રૂા.14000 થી રૂા.26000 ટન સુધી પહોંચ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો