નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વડોદરા ગ્રામ્ય પોલીસે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તથા વાઘોડિયા PI ગોહિલની અધ્યક્ષતામાં ગરબા રમવા જતી બહેનો મોડી રાત્રે સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકે તેવા હેતુથી નવરાત્રી સુરક્ષા મોબાઇલ એપ વડોદરા ગ્રામ્ય પોલીસ ધ્વારા લોન્ચ કરાઈ છે. જેમાં મહિલાઓ અને યુવતીઓ પોતાના ઘરે થી મોબાઇલ નંબર એપ્લિકેશન દ્વારા OTPની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ પોતાનાઘરનું લોકેશન સેવ કરી ગરબા સ્થળના પ્રવેશદ્વાર પર લગાવેલા QR કોડને સ્કેનકરીને સુરક્ષા વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. ગરબા પૂર્ણ થયા બાદ ઘરે સુરક્ષિત રીતે પહોંચ્યા અંગે પોલીસને આપોઆપ જાણ થાય તેવી સુવિધા આ એપમાં રખાઈ છે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતી ગરબા મહોત્સવમાં ભાગ લેવા ઘર બહાર નીકળતી હોય છે. ખાસ કરીને મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે તેમની સુરક્ષાને લઈને પરિવારજનોમાં ચિંતા રહેતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે આ ટેક્નોલોજી આધારિત પહેલ હાથ ધરાઈ છે. વાઘોડિયા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે યુવક મંડળ દ્વારા આયોજિત ચાચર ચોક નવરાત્રી મહોત્સવ-2 026માં પણ આ પહેલને અમલમાં મૂકાઈ છે. વાઘોડિયાના વિવિધ ગરબા ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે પોલીસ દ્વારા બહેનોને નવરાત્રી સુરક્ષા એપ અંગે માહિતી આપી તેમનું રજિસ્ટ્રેશન કરાવાઇ રહ્યું છે. મહિલાઓને એપમાં જોડવાની કામગીરી હાથ ધરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો