વાઘોડિયા : વાઘોડિયા નગરમાં આવેલ દ્વારકાધીશ મંદિરની હવેલીમાં હિંડોળાના દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળે છે. વાઘોડિયા દ્વારકાધીશ હવેલીમાં શ્રીજીના હિંડોળાના દર્શન, પૂજા અર્ચન થાય છે. શ્રાવણ માસમાં દ્વારકાધીશની હવેલીમાં હિંડોળાના દર્શન માટે ભારે ભીડ જામે છે. દ્વારકાધીશ હવેલીમાં વહેલી પરોઢથી વૈષ્ણવોની ચહલપહલ જોવા મળે છે. મંગળા શૃંગાર રાજભોગના શ્રીજીના ઔલોકિક દર્શનનો લ્હાવો ભક્તો લઈ રહ્યા છે. જેમાં શ્રીજીની માલા ફૂલોના શૃંગાર સજાવવા માટે મહિલા વર્ગ ભક્તિમય બની સેવા આપે છે. રાત્રિના દ્વારકાધીશ હવેલીમાં આકર્ષક વિવિધ કલાકૃતિ દ્વારા ફૂલોના હિંડોળા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રાત્રી સમયે કીર્તન ભજનની રમઝટ જામે છે.
