સાવલી-હાલોલ રોડ પર કેનાલ ઓવરફ્લો થઇને હજારો લિટર પાણીનો વેડફાટ થતા સિંચાઈ ના પાણી વગર સુકાઈ રહેલા પાક માટે ખેડૂતો અધિકારી ઓ પ્રત્યે ભારે ફ્ટિકાર વરસાવી રહ્યા છે સાવલી તાલુકામાં નર્મદા નિગમની કામગીરી અને કેનાલની જાળવણી સામે સવાલો ઊભા થયા છે ધારાસભ્યની રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે સાવલી તાલુકામાં નર્મદા નિગમની કેનાલોની જાળવણી અને પાણીના યોગ્ય નિયંત્રણની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. સાવલી-હાલોલ રોડ પર આવેલી કેનાલ ઓવરફ્લો થતાં હજારો લિટર પાણીનો બેફામ વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ્ ખેડૂતો ખેતી અને સિંચાઈ માટે પૂરતું પાણી મેળવવા વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ્ કેનાલમાંથી પાણી ઓવરફ્લો થઈ વેડફાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને પગલે નર્મદા નિગમના સંબંધિત અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.મહત્વનું છે કે આ સમસ્યાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા પણ સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ક્યારે મળશે? કેનાલ ઓવરફ્લો થવાથી થતા પાણીના બગાડને રોકવા તંત્ર ક્યારે જાગશે? અને જવાબદાર અધિકારીઓ દ્વારા ક્યારે યોગ્ય પગલાં લેવામાં આવશે? ખેડૂતોના હિતમાં તંત્ર તાત્કાલિક કેનાલનું નિરીક્ષણ કરી જરૂરી રિપેરિંગ કામ કરી પાણીનો બગાડ અટકાવે તેવી માંગ ઊઠી છે.
