વાઘોડિયા : વાઘોડિયા નગરમાં ઘણા સમયથી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજરોજ ગુરુવારે સવારે 6 વાગે વાઘોડિયામાં વરસાદનો પ્રારંભ શરૂ થયો હતો. દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદના ઝાપટા પડયા હતા. આમ સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં 18mm વરસાદ એટલે કે, પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે ગુરુવારે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદના ઝાપટા પડતા નગરના મુખ્ય બજાર તેમજ રહેણાંક વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા હતા. સરકારી સૂત્રો તરફ્થી મળતી માહિતી મુજબ, આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 18mm વરસાદ અને અગાઉનો 127mm વરસાદ મળી મોસમનો કુલ વરસાદ 145mm વરસાદ સરકારી દફ્તરે નોંધાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો