પાદરા તાલુકાના સાધીની જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.9માં અભ્યાસ કરતો વાઘોડિયાનો હેત વિશાલ પરીખે બેડમિન્ટનની રમતમાં નામ રોશન કર્યું છે. બેડમિન્ટનમાં જિલ્લાકક્ષાએ પ્રથમ રાજ્ય કક્ષાએ પ્રથમ આવ્યો હતો. હવે રાષ્ટ્રકક્ષાએ આસામ ખાતે રમાનાર ટુર્નામેન્ટ માટે તેની પસંદગી થયેલ છે.

તાજેતરમાં ક્લસ્ટર જિલ્લા લેવલની બેડમિન્ટન સ્પર્ધા પંચમહાલ મુકામે યોજાઇ હતી. જેમાં હેત પરીખનો પ્રથમ નંબર આવ્યો હતો. ત્યાર બાદ રાજ્ય કક્ષાની સ્પર્ધા પોરબંદર મુકામે યોજાઇ હતી. જેમાં પણ પ્રથમ નંબર આવેલ છે. અને હવે રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા આસામ મુકામે યોજાનાર છે. જેમાં હેત પરીખની અં-14માં પસંદગી થઇ છે. હવે તે આસામ રમવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેતે ધો.1થી 5નો અભ્યાસ વાઘોડિયા મુકામે વિનય મંદિરમાં અભ્યાસ કર્યો હતો. અને ત્યાર બાદ જવાહર નવોદય વિદ્યાલય સાધીમાં પસંદગી થઈ હતી. હાલ જવાહર નવોદય ખાતે ધો.9માં અભ્યાસ કરે છે. અને ભણવામાં પણ હોશિયાર છે.