વલ્લભવિદ્યાનગર : ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી એશિયા વેસ્ટર્ન પેસિફિક રિજનલ કોન્ફરન્સ 2026 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં યોજાયેલ કોન્ફરન્સમાં એઆરઆઇપી ને બેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયુટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સ દરમિયાન એઆરઆઇપી દ્વારા શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં 6 થી વધુ સાંસ્કૃતિક અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિમાં વિવિધ કેટેગરીમાં પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. તેમજ વૈજ્ઞાનિક ક્ષેત્રે ડૉ.હેતા પટેલે ઓરલ સાયન્ટીફિક પ્રોઝન્ટેશનમાં દ્રિતીય, ખુશી ભાનુશાળીએ સ્ટુડન્ટ પેપર પ્રેઝન્ટેશનમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.
