ઇનોવેશન, સંશોધન અને ઉદ્યોગ સાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની નોંધપાત્ર ઓળખરૂપે ચારૂસેટ યુનિવર્સિટીની સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ રાજ્ય સરકારની પહેલ હેઠળ મધ્ય અને પૂર્વ ગુજરાત માટે રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા પસંદ કરવામાં આવી છે. સેન્ટરની સ્થાપના અને સંચાલન માટે નાણાકીય વર્ષ 2026-27 માટે યુનિવર્સિટીને 15 લાખની ગ્રાન્ટ સહાય મંજુર કરવામાં આવી છે. એસટીબીઆઇ દ્વારા આયોજિત સત્તાવાર સન્માન અને વિતરણ સમારોહમાં ચારૂસેટ વતી પ્રોવોસ્ટ ડૉ.અતુલ પટેલ અને ચારૂસેટઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન સીઆઇવીએફના હેડ ડૉ.સ્વાતિ જોશીએ સન્માન સ્વિકાર્યુ હતું. સમારોહમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી, ક્લાયમેટ ચેન્જ અને પ્રયાવરણ તથા વન વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, એસટીબીઆઇ-ડીએસટી, રાજ્ય સરકારના ડિરેક્ટર ડૉ.આનંદ ભાડલકર, સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સીઇડી , રાજ્ય સરકારના ડિરેક્ટર ડૉ.નીલ શ્રીમાળી, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની ડિરેક્ટર ડી.કે.પટેલ, આઇએએસ અને આઇસીએમઆર-એનઆઇઓએચના ડિરેક્ટર ડૉ.ભાવેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો