ચારૂતર વિદ્યામંડળ સંચાલિત અને સીવીએમ યુનિવર્સિટીની સંસ્થા ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર એડવાન્સ સ્ટડીંજ એન્ડ રિસર્ચ આઇસ્ટારના ફેકલ્ટી ડૉ.રોહિત વેકરિયા તેમજ એન.વી.પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સના ફેકલ્ટી ડૉ.યાચના ઝાએ સંશોધનક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ સ્ટેનફોર્ડ તથા એલ્સેવીર ડેટાબેઝના આધારે વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન પામી યુનિવર્સિટી અને સંસ્થાનું ગૌરવ વધાર્યુ છે. તેમની સિદ્ધિ બદલ સંસ્થાના પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ, પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ , રજિસ્ટ્રાર સંદિપ વાલિયાએ શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો