શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે કાર્યરત સંસ્તા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ભાનુભાઇ આઇ પટેલ એલીકોન હોલ ખાતે નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં શિક્ષણ જગતમાં નોંધપાત્ર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ.નિશા જોશી, કરમસદ સંતરામ મંદિરના મોરારીદાસ મહારાજ, સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર આર કે માંડલીયા, ડૉ.મેઘના વ્યાસ, ડૉ.તેજેન્દ્રસિંહ સોલંકી, ડૉ.સંજય માલવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પામોલ શાળાના શિક્ષક ગોવિંદ રબારીની કામગીરી બદલ મોરારીદાસ બાપુ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.તેજેન્દ્રસિંહ સોલંકીના હસ્તે એવોર્ડ, ટ્રોફી અને પ્રશંસનિય પત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સાથે જ ખંભાતની વટાદરા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા શિતલબેન વિલીયમભાઇ ક્રિસ્ટીને તેમના સર્જનાત્મક અને નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ રાષ્ટ્રમાતા જીજાબાઇ નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો