લાંભવેલ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. જો કે તળાવ પાસે જ મહાપાલિકાના મેયરનું નિવાસસ્થાન આવેલું હોવા છતા તળાવની સફાઇ અને જાળવણીને સદંતર અભાવ જોવા મળ્યો છે. મૃત માછલીઓના કારણે અસહ્ય ગંદકી અને દુર્ગંધથી આજુ બાજુના રહીશો તેમજ રાહદારીઓ પણ પરેશાન થયા છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા લાંભવેલના તળાવની દૈનિય હાલત થઇ છે. તળાવમાં મોટીસંખ્યામાં મૃત માછલીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે. તેમજ તળાવની આસપાસ ગંદકીના ઠગલા અને સફાઇનો અભાવ જોવા મળ્યો છે. તળાવની ગંદકી અને મૃત માછલીઓના કારણે ફેલાઇ રહેલી અસહ્ય દુર્ગંધથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તળાવમાં માછલીઓના મોત માટે પાણીમાં વધતુ પ્રદુષણ, ગંદકી, ઓક્સિઝનની અછત જેવા કારણો જવાબદાર હોવાનું અનુમાન સેવાઇ રહ્યુ છે. મૃત માછલીના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીંતી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરાઇ છે. અસહ્ય ગંદકીના ઢગ નિયમિત સફાઇ થતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. હાલની સ્થિતિમાં સ્વચ્છતા મુદ્દે નક્કર કામગીરીનો અભાવના કારણે સ્થાનિકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
