ચરોતરમા 10 ઓક્ટોબરે સર્વપિત્રી શ્રાદ્ધની સમાપ્તિ સાથે 11 મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર નવલા નોરતામાં આસ્થાળુઓ દ્વારા માતાજીના નયરમ્ય માટીના ગરબા તેમજ મા જગતજનનીના વિવિધ સ્વરૂપોની પ્રતિમાઓનુ નવ દિવસ સુધી પુજન-અર્ચન કરવાની ધાર્મિક મહત્તા રહેલી છે. ત્યારે નવલા નોરતાને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોઇ મુર્તિકારો દ્વારા માતાજીના ગરબા, પ્રતિમાઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. સાથોસાથ બજારોમાં માતાજીની ચુંદડી, શણગાર, દિપમાળ, ધાર્મિક વસ્તુઓ વેચાણ તેમજ યુવતીઓ-યુવકો દ્વારા ચણિયાચોળી, કુર્તાપાયજામાની પણ ખરીદી કરવામા આવી રહી છે. યુવાહૈયાઓ, ખેલૈયાઓના ઉત્સાહપર્વ, આસ્થાળુઓના શ્રદ્ધાપર્વ નવરાત્રિની આણદ-ખેડા જિલ્લાના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમા શ્રદ્ધા-ઉમંગ અને ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામા આવતી હોઇ મહોત્સવ ઉજવણીના આયોજકો દ્વારા જાહેર સ્થળો, પાર્ટી પ્લોટ, મોટા ગ્રાઉન્ડો કે સોસાયટીના મેદાનોમાં તેમજ વ્યક્ગિત ધોરણે રહેઠાણ સ્થળોએ શુભમુર્હુતમાં માતાજીનુ ઘટસ્થાપન કરીને જયારે કેટલાક ભાવિકજનો-ઉપાસકો દ્વારા જગદંબા, મહાકાળી, ભદ્રકાળી, બહુચર, હરસિદ્ધિ, ખોડિયાર, સ્કંધમાતા, બગલામુખી સહિતના માતાજીના વિવિધ સ્વરૂપોના પુજન માટે માતાજીના વિવિધ સ્વરૂપોની પ્રતિમાઓનુ સ્થાપન કરીને ઉપાસના કરવામા આવતી હોઇ વડતાલ માર્ગ, સામરખા ચોકડી, આણંદ-વિદ્યાનગર માર્ગ, ભુમેલ ચોકડી સહિતના વિસ્તારોના મુર્તિકારો દ્વારા માતાજીના ગરબા તેમજ પ્રતિમાઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. સાથોસાથ બજારોમા નવરાત્રિમા માતાજીના પુજન-આરાધના માટે ધુપ-દિપ, અગરબત્તી, સુગંધિત દ્રવ્યો, માતાજીની ચુંદડી, આભુષણો, શણગાર, ધાર્મિક ચીજવસ્તુઓ, પ્રસાદી, હવન માટેના સમિધા, માતાજીની ગરબા માટેના સીડી કેસેટ, ચણિયાચોળી, કુર્તા પાયજામા વેચાણ માટે આવ્યા છે. મહોત્સવ ઉજવણીના આયોજકો દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણીની પુર્વતૈયારીઓ રૂપે મેદાનોની સાફસફાઇ, મંડપ-ડેકોરેશન, બેઠક વ્યવસ્થા, ઓરક્રેસ્ટ્રા પાર્ટીઓની પુર્વતૈયારીઓ હાથ ધરાતા ધાર્મિકતાનો માહોલ છવાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો