ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કસ્તુરબા કન્યા વિદ્યાલય આણંદ ખાતે સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટયુટના સંયુક્ત ઉપક્રમે પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ગ્રીનપાર્ક ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી. સ્પેરીના શ્રદ્ધા પંડયા અને શિવમ ઠાકરના વડપણ હેઠળ યોજાયેલી સ્પર્ધામાં શાળાના માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓએ પોતાની તર્કશક્તિ અને વિષયજ્ઞાનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં ટીમ એ ની વિદ્યાર્થિની શિઝા સમીર મન્સૂરી અને ખુશી પ્રવીણ પ્રજાપતિએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતું. વિજેતાઓને સ્પેરી તરફથી પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા.
