ચારૂસેટ યુનિવર્સિટીની ફેક્લી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોમ્યુનિકેશન ટેકનોલોજી અને સ્માર્ટ સિટીઝ વિશે દ્રિતીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આઇસીએસીએસ 2026 યોજાઇ હતી. કોન્ફરન્સને ગુજકોસ્ટ અને ડીએસટી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા કો-સ્પોન્સર્ડ કરવામાં આવી હતી. જેમાં અમેરિકા, પોલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, યુકે સહિતના 9 દેશોમાંથી ઇન્ટરનેશનલ સંશોધકોએ ભાગ લીધા હતા. અને 45 રિસર્ચ પેપર્સ રજુ કર્યા હતા. કાર્યક્રમમાં ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ.અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડૉ.બિનીત પટેલ, એફટીઇના ડીન ડૉ.વિજય ચૌધરી, ચંદુભાઇ પટેલ, પ્રિન્સિપાલ ડૉ.તૃષિત ઉપાધ્યાય, દેવાંગ પટેલ, બંકિમ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો